Home> Gujarat
Advertisement
Prev
Next

ધુળેટીના દિવસે રાજ્યમાં માવઠાની આગાહી, આ વિસ્તારોને ધમરોળશે કમોસમી વરસાદ!

રાજ્યમાં 10 માર્ચે ફરીથી ખેડૂતો પર અવકાશી આફત વરસી શકે છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 

ધુળેટીના દિવસે રાજ્યમાં માવઠાની આગાહી, આ વિસ્તારોને ધમરોળશે કમોસમી વરસાદ!

ઝી મીડિયા બ્યુરો, અમદાવાદ: રાજ્યમાં 10 માર્ચે ફરીથી ખેડૂતો પર અવકાશી આફત વરસી શકે છે. હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. 

fallbacks

રાજ્યના ખેડૂતો માટે ફરી એક વાર માઠા સમાચાર આવ્યાં છે. રાજ્યમાં ફરીથી એક વખત વાતાવરણમાં પલટો આવી શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં 10 માર્ચે કમોસમી વરસાદ આવી શકે છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે. 10 માર્ચે બનાસકાંઠા અને દ્વારકામાં પણ વરસાદની શક્યતા છે.

નોંધનીય છે કે ઠંડી પૂરી થતા જ રાજ્યમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. 5મી માર્ચે પણ રાજ્યમાં કમોસમી વરસાદ પડ્યો હતો. ખેડૂતોને પડતા પર પાટું જેવી સ્થિતિ પેદા થઈ છે કારણ કે માંડમાંડ હજુ તો કમોસમી વરસાદની સમસ્યાથી છૂટકારો મળ્યો ત્યાં ફરીથી આ સમસ્યા માથું ઉચકી રહી છે. 

જુઓ Live tv

પાંચમી માર્ચે રાજ્યના ડાંગ જિલ્લાના આહવા, વઘઈ, બોરખલ, ચીંચલી સહિત પૂર્વપટ્ટીના ગામડાઓમાં કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. લોકોને એક સાથે ત્રણ ત્રણ ઋતુનો અનુભવ થયો હતો. ડાંગમાં ઠંડી અને ગરમીની સાથે સાથે વરસાદ પણ પડ્યો. ખેડૂતોના પાકને પણ નુકસાન થયું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

ગુજરાતના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More